જેલમાં સ્ટ્રો મેળવવા માટે સ્ટેન સ્વામીને કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યાં

એનઆઇએ 83 વર્ષીય સ્ટેન સ્વામીના મેડિકલ આધારે  જામીનનો પણ વિરોધ કરી રહી છે

ઝારખંડમાં દાયકાઓથી આદિવાસીઓના અધિકાર માટે લડત ચલાવનાર 83 વર્ષીય ખ્રિસ્તી ધર્મગુરૂ સ્ટેન સ્વામીને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ભીમા કોરેગાંવ હિંસા અને કાવતરા કેસમાં આરોપી બનાવીને જેલમાં ધકેલી દેવાયા છે. સરકાર એક 83 વર્ષીય ધર્મગુરૂને તેની પાયાની જરૂરીયાત પણ જેલમાં ઉપલબ્ધ કરાવી રહી નથી. સ્ટેન સ્વામી પાર્કિન્સનના રોગથી પીડાય છે. તેઓ પાણીનો ગ્લાસ કે કપ પણ બરાબર પકડી શક્તા નથી. પરંતુ જેલ સત્તાવાળા દ્વારા તેમને પુરતી સુવિધા અપાતી નથી. સ્ટેન સ્વામીની બે વાર હર્નિયાની સર્જરી કરાઇ છે અને હજુ તેના કારણે તેમને નીચલા પેઢામાં દુખાવો થાય છે. તેમને વૃદ્ધાવસ્થાના કારણે કાને સાંભળવામાં તકલીફ છે. પોતે પાણી અથવા ચ્હા સારી રીતે પી શકે તે માટે સ્ટ્રો ઉપલબ્ધ કરાવવા સ્ટેન સ્વામીને અદાલતના દ્વાર ખખડાવવા પડ્યાં છે. અદાલતે એનઆઇએને સ્ટેન સ્વામીની અરજી પર જવાબ માગ્યો છે પરંતુ માનવીય સહાય માટે પણ એનઆઇએએ કોર્ટની નોટિસનો જવાબ આપવા 20 દિવસના સમયની માગ કરી હતી. અદાલતે હવે આ મામલાની સુનાવણી 26 નવેમ્બર પર રાખી છે.

ગયા મહિને સ્પેશિયલ એનઆઇએ કોર્ટે સ્ટેન સ્વામીની મેડિકલ ગ્રાઉન્ડ પર કરાયેલી જામીન અરજી નકારી કાઢી હતી. એનઆઇએએ કોર્ટને જણાવ્યું હતું કે, સ્ટેન સ્વામી સામે આતંકવાદ વિરોધી આકરા યુએપીએ કાયદા અઁતર્ગત આરોપ દાખલ કરાયા હોવાથી તેમને જામીન આપી શકાય નહીં. એનઆઇએનો આરોપ છે કે સ્ટેન સ્વામી નકસલવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને ભીમા કોરેગાંવ હિંસામાં સંડોવાયેલા હતા.

RNI No : GUJGUJ/2013/52831, Published And Owned By Mr. Arnold Alfred Christie.
Published From H/1, Parul Tenaments (A Type), Near Canal, Jashodanagar Road, Post G.I.D.C. Vatva, Ahmedabad- 382445. Editor : Mr. ARNOLD CHRISTIE. 
Mobile : +91 8758469100. Email : christianherald2013@gmail.com

વિશ્વભરના ગુજરાતી ખ્રિસ્તી સમાજમાં વ્યાપક રિડર્સ ધરાવતી  ન્યૂઝ વેબસાઇટ પર જાહેરાત આપી બહોળા વર્ગ સુધી પહોંચવાની ઉત્તમ તક

સંપર્ક ઃ મોબાઇલ ઃ +91 8758469100 

Email us at christianherald2013@gmail.com

ક્રિશ્ચિયન હેરાલ્ડ

ગુજરાતી ખ્રિસ્તી સમાજની સૌપ્રથમ ન્યૂઝ વેબસાઇટ

આપની આસપાસ બનતા ખ્રિસ્તી સમાજને સ્પર્શતી ઘટનાઓ, ફોટોગ્રાફ, વીડિયો અમને મોકલી આપો.

E-MAIL : christianherald2013@gmail.com

We'd Love To Know What You Think
Rate UsPretty badNot so goodGoodVery goodAwesomeRate Us