આદિવાસી ખ્રિસ્તીઓને મળતા સરકારી અને અનામતના લાભ છિનવી લેવા જમણેરી હિંદુ સંગઠનોની માગ

ભારતમાં જમણેરી પાંખના હિંદુ સંગઠનો દ્વારા આદિવાસી ખ્રિસ્તીઓને મળતા સરકારી લાભ બંધ કરવાની માગ સાથે એક અભિયાન શરૂ કરાયું છે. 4 નવેમ્બરના રોજ હિંદુ સંગઠનો દ્વારા મધ્યપ્રદેશના ઝાબુઆમાં એક રેલીનું આયોજન કરાયું હતું. તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવનારા આદિવાસીઓને સરકારી લાભોથી વંચિત કરી દેવાની માગ સાથે નારાબાજી કરી હતી. દેખાવકારોના નેતા આઝાદ પ્રેમસિંહે મીડિયાને જણાવ્યું હતું કે, જે આદિવાસીઓએ અન્ય કોઇપણ ધર્મનો સ્વીકાર ન કર્યો હોય તેમને જ સરકારી લાભ આપવા જોઇએ.

ભારતના બંધારણે આદિવાસી અને દલિતોને સમાજની મુખ્યધારામાં લાવવા માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાનોમાં અનામતના અધિકાર આપ્યા છે. જોકે 1950ની સાલથી દલિત ખ્રિસ્તી અને મુસ્લિમોને આ લાભ આપવામાં આવતા નથી. સરકારની દલીલ છે કે ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મમાં વર્ણવ્યવસ્થા નથી.

આદિવાસી ખ્રિસ્તીઓને આ સરકારી લાભ આપવામાં આવે છે પરંતુ હવે હિંદુ સંગઠનો દલીલ કરી રહ્યાં છે કે ધર્મપરિવર્તન બાદ આદિવાસી ખ્રિસ્તીઓએ આદિવાસી હોવાનો દરજ્જો ગુમાવી દીધો છે. તેથી તેમને સરકારી લાભ આપવા જોઇએ નહીં. ખ્રિસ્તી અને અન્ય ધર્મનો અંગીકાર કરનારા આદિવાસીઓ સૌથી વધુ સરકારી લાભ ઉઠાવે છે.

આદિવાસી ખ્રિસ્તી સમુદાયને ડરાવવા ધમકાવવાનો સુનિયોજિત પ્રયાસ

ઝાબુઆ ડાયોસિસના પીઆરઓ ફાધર રોકી શાહે જણાવ્યું હતું કે, ખ્રિસ્તી ધર્મ સ્વીકારનાર આદિવાસીઓને ડરાવવાનો આ સુનિયોજિત પ્રયાસ છે. આદિવાસી ખ્રિસ્તીઓ મિશનેરીઓ દ્વારા અપાતું શિક્ષણ સારી રીતે પ્રાપ્ત કરે છે અને સરકારની સારી નોકરીઓ અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે અનામતના લાભનો ઉપયોગ કરે છે.

RNI No : GUJGUJ/2013/52831, Published And Owned By Mr. Arnold Alfred Christie.
Published From H/1, Parul Tenaments (A Type), Near Canal, Jashodanagar Road, Post G.I.D.C. Vatva, Ahmedabad- 382445. Editor : Mr. ARNOLD CHRISTIE. 
Mobile : +91 8758469100. Email : christianherald2013@gmail.com

વિશ્વભરના ગુજરાતી ખ્રિસ્તી સમાજમાં વ્યાપક રિડર્સ ધરાવતી  ન્યૂઝ વેબસાઇટ પર જાહેરાત આપી બહોળા વર્ગ સુધી પહોંચવાની ઉત્તમ તક

સંપર્ક ઃ મોબાઇલ ઃ +91 8758469100 

Email us at christianherald2013@gmail.com

ક્રિશ્ચિયન હેરાલ્ડ

ગુજરાતી ખ્રિસ્તી સમાજની સૌપ્રથમ ન્યૂઝ વેબસાઇટ

આપની આસપાસ બનતા ખ્રિસ્તી સમાજને સ્પર્શતી ઘટનાઓ, ફોટોગ્રાફ, વીડિયો અમને મોકલી આપો.

E-MAIL : christianherald2013@gmail.com

We'd Love To Know What You Think
Rate UsPretty badNot so goodGoodVery goodAwesomeRate Us