ભારતમાં બંધારણે આપેલો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર હવે ક્ષીણ થઇ રહ્યો છે

religion_generic.jpg
કાયદાઓને ઉચિત ગણાવવા માટે ખ્રિસ્તી મિશનેરીઓ પર સામુહિક ધર્મ પરિવર્તન કરાવવાના આરોપ મૂકાય છે

વોશિંગ્ટન

ભારતના બંધારણના ઘડવૈયાઓએ દરેક ભારતીય નાગરિકને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. ભારતના બંધારણનો આર્ટિકલ 25 દરેક નાગરિકને તેની પસંદગીના ધર્મનું પાલન કરવાનો અધિકાર આપે છે. છેલ્લા 7 દાયકાથી ધાર્મિક સ્વતંત્રતા ભારતનો કાયદો રહ્યો છે પરંતુ હવે વધી રહેલી ધાર્મિક અસહિષ્ણુતા અને ધાર્મિક ઇરાદાથી ફેલાવાતી હિંસાએ ચિંતા વધારી છે કે ભારત હવે ધાર્મિક સ્વતંત્રતાના વચનમાંથી પીછેહઠ કરી રહ્યો છે.

ભારતમાં ધર્મ પરિવર્તન કાયદાઓના દુરુપયોગથી ભારતીય ખ્રિસ્તીઓના ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર છિનવાઇ રહ્યાં છે. ભારતના 29માંથી 8 રાજ્યોએ ધર્મપરિવર્તન વિરોધી કાયદા ઘડી કાઢ્યા છે. આ કાયદાઓ અંતર્ગત ધર્મપરિવર્તન પર રાજ્ય સરકારો દ્વારા નિયંત્રણ રાખવામાં આવે છે. ધર્મપરિવર્તન કરવા ઇચ્છતી વ્યક્તિએ રાજ્ય સરકારની પરવાનગી લેવી પડે છે. સરકારની તપાસ બાદ તેને પરવાનગી આપવામાં આવે છે.

ઘણીવાર ધર્મપરિવર્તન વિરોધી કાયદાઓને ઉચિત ગણાવવા માટે ખ્રિસ્તી મિશનેરીઓ પર સામુહિક ધર્મ પરિવર્તન કરાવવાના આરોપ મૂકાય છે. ખ્રિસ્તીઓ પર ગરીબ હિન્દુઓને નાણા અથવા અય લાલચ આપીને ધર્મપરિવર્તન કરાવવાના આરોપો મૂકાય છે. એવું ઠસાવવામાં આવે છે કે બિન હિંન્દુ ધર્મમાં થતું પરિવર્તન હંમેશા લાલચ આપીને કરાવાતુ હોય છે. તે ઉપરાંત અન્ય ધર્ણના લોકો દ્વારા કરાતી ધાર્મિક પ્રવૃત્તિઓને પણ દબાણપુર્વક કરાવાતા ધર્મપરિવર્તન સાથે જોડી દેવાય છે.

મે 2018માં આઠ ખ્રિસ્તીઓની મધ્યપ્રદેશના એક રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરાઇ હતી. તેઓ 60 ખ્રિસ્તી બાળકોને લઇને સમર બાઇબલ કેમ્પમાં જઇ રહ્યા હતા. તેમના પર બાળકોના બળજબરીથી ધર્મપરિવર્તનનો આરોપ મૂકી ધરપકડ કરવામાં આવી હતી પરંતુ હકીકત એ હતી કે તે તમામ બાળકો ખ્રિસ્તી પરિવારના હતા અને માતાપિતાની મંજૂરીથી સમર બાઇબલ કેમ્પમાં જઇ રહ્યા હતા. બે વર્ષ સુધી પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે આઠ ખ્રિસ્તીઓને કાયદાકિય યુદ્ધ લડવુ પડ્યું હતું. 18 ફેબ્રુઆરી 2020ના રોજ તેમને અદાલત દ્વારા નિર્દોષ છોડાયા હતા.

આમ હવે ભારતમાં બંધારણે આપેલા ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું રાજ્ય અને કાયદા એજન્સીઓ દ્વારા જ હનન કરવામાં આવી રહ્યું છે.