આસામમાં ક્રિસમસ દરમિયાન ચર્ચમાં જનારા હિન્દુઓને માર મારવા બજરંગદળની ધમકી

ક્રિસમસના તહેવારમાં અશાંતિ ફેલાવવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉશ્કેરણી કરવામાં આવી રહી છે
ગુવાહાટી, તા.5 ડિસેમ્બર 2020
આસામના બજરંગદળના નેતા મિઠુ નાથે ધમકી આપી છે કે ક્રિસમસ દરમિયાન ચર્ચની મુલાકાત લેનારા હિન્દુઓને માર મારવામાં આવશે. આસામના કાચર જિલ્લાના સિલ્ચર ખાતે આયોજિત સમારંભમાં નાથે આ ધમકી ઉચ્ચારી હતી. કાચર જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના મહાસચિવ નાથે જણાવ્યું હતું કે ખ્રિસ્તી બહુલ એવા મેઘાલયના શિલોંગમાં વિવેકાનંદ કેન્દ્ર બંધ કરાવી દેવાયું છે. અમે ક્રિસમસની ઉજવણીમાં હિન્દુઓને ભાગ લેવા દઇશું નહી.જે હિન્દુઓ ચર્ચમાં જશે તેમને માર મારવામાં આવશે. હિન્દુઓના ધર્મસ્થાનને બંધ કરાવી દેવાયા બાદ નાતાલની ઉજવણીમાં ભાગ લેનારા હિન્દુઓને હું જોઇ લઇશ. ક્રિસમસમાં કોઇ હિન્દુ ચર્ચમાં ન જઇ શકે તે અમે સુનિશ્ચિત કરીશું. હું જાણું છું કે અમે હિન્દુઓ પર હુમલો કરીશું તો બીજા દિવસે અખબારોમાં હેડલાઇન બની જશે.
મેઘાલય સરકરાનાન એક ટોચના અધિકારીએ બજરંગ દળના નેતા જુઠ્ઠાણા દ્વારા ઉશ્કેરણી કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણએ જણાવ્યું હતું કે, જિલ્લામાં રજા જાહેર કરાઇ હોવાના કારણે વિવેકાનંદ કેન્દ્ર બંધ હતું. રામકૃષ્ણ મિશશનના કોઇ મંદિર રાજ્યમાં બંધ કરાયા નથી. – એજન્સી