મિશન ફિલ્ડ સુધી મિશનેરીઓ અને તેમના સામાનને પહોંચાડતી અનોખી એવિએશન મિનિસ્ટ્રી જુડાહ-1

જુડાહ - વન કુદરતી હોનારતોમાં બચાવ ટુકડીઓ અને રાહત સામગ્રી પહોંચાડવામાં પણ મદદરૂપ થાય છે
શ્રેવેપોર્ટ
કોવિડ-19ની મહામારીએ લગભગ તમામ મોટી એરલાઇન્સને ઠપ કરી દીધી છે ત્યારે લોસ એન્જલસના શ્રેવેપોર્ટમાં આવેલી એવિએશન મિનિસ્ટ્રી ધમધોકાર કામગીરી કરી રહી છે. માનવતાવાદી સંગઠનો સમારિટન પર્સ અને ઓપરેશન બ્લેસિંગ જેવી સંસ્થાઓ આ મિનિસ્ટ્રીની સેવાઓ લેવા આતુર છે. જુડાહ વન મિનિસ્ટ્રીના સ્થાપક એવરેટ એરોન કહે છે કે અમે મિશનેરીઓને પાંખો આપીએ છીએ. અમે સમગ્ર વિશ્વમાં પહોંચીને દરેક જીવને સુવાર્તા આપીએ છીએ. જુડાહ-વન પાસે મોટી સંખ્યામાં નાના વિમાનો અને કોમર્શિયલ વિમાનનો કાફલો છે. આ સંસ્થા મિશનેરીઓ અને તેમના સામાનને સમગ્ર વિશ્વમાં પહોંચાડવાનું કામ કરે છે. એરોન કહે છે કે અત્યારે અમે 10થી 12 લોકોની ટીમને મિશન ફિલ્ડ સુધી પહોંચાડવામાં સક્ષમ છીએ. ભવિષ્યમાં અમારી પાસે લાયસન્સ આવી ગયાં પછી અમે 136 લોકોને તેમના મિશન ફિલ્ડ સુધી પહોંચાડી શકીશું.
આ સંસ્થા કુદરતી આફતોમાં પીડિતોને મદદ માટે રાહત કર્મીઓને પહોંચાડવાનું કામ પણ કરે છે. એરોન કહે છે કે અમે કુદરતી આફતોની સ્થિતિમાં તાત્કાલિક સહાય પહોંચાડવામાં મદદ કરીએ છીએ. અમે ફક્ત માનવીઓને જ નહીં પરંતુ રાહત સામગ્રી પણ પહોંચાડીએ છીએ. પરમેશ્વરે મારી સાથે વાત કર્યા પછી 1994માં મેં આ ઓપરેશન શરૂ કર્યું હતું. – એજન્સી