બીલિવર્સ ઇસ્ટર્ન ચર્ચના દેશભરમાં આવેલા 66 ઠેકાણા પર આવકવેરાના દરોડા

ચેરિટીના નામે વિદેશમાંથી મેળવાતા ભંડોળનો ઉપયોગ ધાર્મિક કામો માટે કરાતો હોવાનો આરોપ 

કોટ્ટયમ

કેરળમાં ક્રિશ્ચિયન ઇવેન્જલિસ્ટ કે પી યોહાનન દ્વારા સંચાલિત બીલિવર્સ ઇસ્ટર્ન ચર્ચના ઠેકાણાઓ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પડાયા હતા. ચર્ચ પર આરોપ મૂકાયો છે કે ચેરિટી હેતૂઓ માટે મળતા દાનને કથિત રીતે અન્યત્ર ટ્રન્સફર કરી દેવાતું હતું. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારથી શરૂ થયેલા દરોડા દેશમાં ચર્ચના અન્ય ઠેકાણાઓ પર પણ જારી રહ્યા હતા. અત્યાર સુધીમાં રૂપિયા 8 કરોડની રોકડ રકમ મળી આવી હોવાનો આવકવેરા વિભાગ દ્વારા દાવો કરાયો છે.

કેરળના પથનામથિટ્ટા જિલ્લાના થિરુવલ્લા ખાતે બીલિવર્સ ચર્ચનું હેડ ક્વાર્ટર આવેલું છે. આવકવેરા વિભાગ દ્વારા અહીં જપ્તીની કાર્યવાહી શરૂ કરાઇ છે. બીલિવર્સ ચર્ચ સાથે સંકળાયેલા અન્ય સંગઠનો પર પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં બીલિવર્સ ચર્ચ ખાતેથી રૂપિયા 3.85 કરોડની રોકડ મળી આવી હતી. પીઆઇબીની અખબારી નોંધમાં જણાવવામાં આવ્યું હતું કે, મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટિંગ અને ડેટા સ્ટોરેજ પણ જપ્ત કરાયાં છે. હાલ તેની તપાસ ચાલી રહી છે.

બીલિવર્સ ઇસ્ટર્ન ચર્ચ સમગ્ર દેશમાં ચર્ચ ધરાવે છે. મોટી સંખ્યામાં શાળા અને કોલેજનું સંચાલન કરે છે. ચર્ચના મુખ્યમથક ખાતે એક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પણ ચલાવે છે. ગુરુવાર સવારથી કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ચંડીગઢ, પંજાબ અને તેલંગણાના ચર્ચના 66 ઠેકાણા પર આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી.

ચર્ચે FCRA લાયસન્સ રદ થયા પછી બીજા ટ્રસ્ટો દ્વારા ભંડોળ મેળવવાના પ્રયાસ કર્યાના આરોપ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે થોડા સમય પહેલાં બીલિવર્સ ઇસ્ટર્ન ચર્ચનું એફસીઆરએ એકાઉન્ટ રદ કરી નાખ્યું હતું. આરોપ છે કે ચેરિટીના નામે વિદેશમાંથી મેળવાતા ભંડોળનો ઉપયોગ ધાર્મિક કામો માટે કરાતો હતો. ચર્ચને વિદેશમાંથી મળતું ભંડોળ કાયદેસર રીતે આવતું હતું પરંતુ ચેરિટીના નામે મેળવાતા વિદેશી ભંડોળનો ઉપયોગ ધાર્મિક હેતૂઓ માટે કરાતો હતો. એફસીઆરએ લાયસન્સ રદ થયા પછી પણ ચર્ચે અન્ય ટ્રસ્ટોના માધ્યમથી વિદેશમાંથી ભંડોળ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

છેલ્લા 10 વર્ષમાં ચર્ચને રૂપિયા 4,000 કરોડનું ભંડોળ મળ્યું હોવાના આવકવેરા વિભાગના આરોપ

આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમે ચર્ચના છેલ્લા 10 વર્ષના આર્થિક વ્યવહારોની ચકાસણી કરી રહ્યાં છીએ. છેલ્લા કેટલાંક વર્ષમાં ચર્ચે રૂપિયા 4,000 કરોડ પ્રાપ્ત કર્યાં છે અને તેમાંથી મોટાભાગના ભંડોળનો ઉપયોગ સંસ્થાઓના નિર્માણ અને રિઅલ એસ્ટેટમાં રોકાણ માટે કરાયો છે. એક અંદાજ પ્રમાણે ચર્ચે રિઅલ એસ્ટેટમાં રૂપિયા 1000 કરોડનું રોકાણ કર્યું છે.

ચર્ચના 30 કરતાં વધુ ટ્રસ્ટ ફક્ત કાગળ પર કામ કરી રહ્યાંનો આરોપ, ભંડોળ ડાયવર્ટ કરવામાં ટ્રસ્ટોનો ઉપયોગ

આવકવેરા વિભાગે આરોપ મૂક્યો છે કે ચર્ચ દેશભરમાં 30 ટ્રસ્ટ ધરાવે છે. મોટાભાગના ટ્રસ્ટ કાગળ પર છે અને બિનહિસાબી ભંડોળને ટ્રાન્સફર કરવા આ ટ્રસ્ટનો ઉપયોગ કરાતો હતો. ચર્ચ દ્વારા અન્ય પાર્ટીઓની મદદથી ઊંચા ખર્ચ દર્શાવવામાં આવતા હતા અને આ પાર્ટીઓ ખર્ચના તફાવતની રકમ ચર્ને રોકડમાં ચૂકવી દેતી હતી. આ બધા કામ હવાલા દ્વારા થતા હતા. 

RNI No : GUJGUJ/2013/52831, Published And Owned By Mr. Arnold Alfred Christie.
Published From H/1, Parul Tenaments (A Type), Near Canal, Jashodanagar Road, Post G.I.D.C. Vatva, Ahmedabad- 382445. Editor : Mr. ARNOLD CHRISTIE. 
Mobile : +91 8758469100. Email : christianherald2013@gmail.com

વિશ્વભરના ગુજરાતી ખ્રિસ્તી સમાજમાં વ્યાપક રિડર્સ ધરાવતી  ન્યૂઝ વેબસાઇટ પર જાહેરાત આપી બહોળા વર્ગ સુધી પહોંચવાની ઉત્તમ તક

સંપર્ક ઃ મોબાઇલ ઃ +91 8758469100 

Email us at christianherald2013@gmail.com

ક્રિશ્ચિયન હેરાલ્ડ

ગુજરાતી ખ્રિસ્તી સમાજની સૌપ્રથમ ન્યૂઝ વેબસાઇટ

આપની આસપાસ બનતા ખ્રિસ્તી સમાજને સ્પર્શતી ઘટનાઓ, ફોટોગ્રાફ, વીડિયો અમને મોકલી આપો.

E-MAIL : christianherald2013@gmail.com

We'd Love To Know What You Think
Rate UsPretty badNot so goodGoodVery goodAwesomeRate Us