મધ્યપ્રદેશમાં હિન્દી મીડિયાનો મિશનેરીઓની પ્રતિષ્ઠા ખરડવાનો કારસો

નાણાની લાલચ આપી આદિવાસી અને દલિતોનું ધર્મપરિવર્તન કરાવાતું હોવાના આરોપો મૂકતા આર્ટિકલ પ્રસિદ્ધ કરાયાં

ભોપાલ

મધ્યપ્રદેશમાં હિન્દી મીડિયા મિશનેરીઓની પ્રતિષ્ઠા ખરડવા ઉપજાવી કાઢેલી સ્ટોરીઓ પ્રસિદ્ધ કરી રહ્યું છે. મધ્યપ્રદેશનો ખ્રિસ્તી સમુદાય હિન્દી મીડિયાના આ નવા ટ્રેન્ડ સામે લડત આપી રહ્યો છે. તાજેતરમાં ખ્રિસ્તીઓના એક પ્રતિનિધિમંડળે મધ્યપ્રદેશમાં વ્યાપક ફેલાવો ધરાવતા હિન્દી અખબારના તંત્રી સાથે મુલાકાત કરી વિરોધ નોંધાવ્યો હતો. આ અખબારમાં ઓક્ટોબર મહિનામાં મિશનેરીઓ પર વિદેશી ભંડોળની મદદથી નાણાની લાલચ આપી આદિવાસી અને દલિતોનું ધર્મપરિવર્તન કરાવાતું હોવાના આરોપો મૂકતા આર્ટિકલ પ્રસિદ્ધ કરાયાં હતાં.

ઇન્દોરના બિશપ ચાકો થોટ્ટુમરિક્કલે નઇ દુનિયા અખબારના એડિટર સાથે મુલાકાત બાદ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર અને એક્ટોબર મહિનામાં અખબારમાં પ્રસિદ્ધ થયેલા આર્ટિકલ ખ્રિસ્તી સમાજની પ્રતિષ્ઠઆને હાની પહોંચાડે તેવા હતા. શરૂઆતમાં અમે તેમની પરવા કરી નહોતી પરંતુ જ્યારે અખબારે ખ્રિસ્તી સમુદાય વિરુદ્ધ સતત બદનક્ષીભર્યા આર્ટિકલ છાપવાનું ચાલુ રાખતા અમને લાગ્યુ કે અમારે અમારી ચિંતાઓ અંગે અખબારના તંત્રીને અવગત કરાવવા જોઇએ. અમે અખબારના તંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ પાયાવિહોણઆ આરોપો સાથેના આર્ટિકલ છાપવાનું બંધ કરે. જો અખબાર દ્વારા ખ્રિસ્તી સમુદાય સામે ઝેર ઓકવાનું બંધ નહી કરાય તો ઇદોર ડાયોસિસ કાનૂની પગલાં લેવા વિચારણા કરી રહી છે. અખબારના તંત્રીએ પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું હતું કે, તે ખ્રિસ્તી સમુદાયની રજૂઆત અખબારના ટોચના મેનેજમેન્ટ સુધી પહોંચાડશે.

RNI No : GUJGUJ/2013/52831, Published And Owned By Mr. Arnold Alfred Christie.
Published From H/1, Parul Tenaments (A Type), Near Canal, Jashodanagar Road, Post G.I.D.C. Vatva, Ahmedabad- 382445. Editor : Mr. ARNOLD CHRISTIE. 
Mobile : +91 8758469100. Email : christianherald2013@gmail.com

વિશ્વભરના ગુજરાતી ખ્રિસ્તી સમાજમાં વ્યાપક રિડર્સ ધરાવતી  ન્યૂઝ વેબસાઇટ પર જાહેરાત આપી બહોળા વર્ગ સુધી પહોંચવાની ઉત્તમ તક

સંપર્ક ઃ મોબાઇલ ઃ +91 8758469100 

Email us at christianherald2013@gmail.com

ક્રિશ્ચિયન હેરાલ્ડ

ગુજરાતી ખ્રિસ્તી સમાજની સૌપ્રથમ ન્યૂઝ વેબસાઇટ

આપની આસપાસ બનતા ખ્રિસ્તી સમાજને સ્પર્શતી ઘટનાઓ, ફોટોગ્રાફ, વીડિયો અમને મોકલી આપો.

E-MAIL : christianherald2013@gmail.com

We'd Love To Know What You Think
Rate UsPretty badNot so goodGoodVery goodAwesomeRate Us