FCRA અંતર્ગત NGOs માટે વિદેશી ભંડોળ મેળવવાના નિયમો વધુ આકરા બનાવાયાં

રાજકિય પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં વિદ્યાર્થી, ખેડૂત, કામદાર સંગઠનો પર વિદેશી ભંડોળ મેળવવા પર પ્રતિબંધ લદાયો

નવી દિલ્હી

થોડા સમય પહેલાં ફોરેન કન્ટ્રીબ્યૂશન એક્ટ 2010માં સુધારા દ્વારા વિદેશમાંથી ભંડોળ મેળવતી એનજીઓ અને સંગઠનો પર આકરા નિયમો લાદ્યા બાદ હવે કેન્દ્ર સરકારે ફરી આ કાયદામાં સુધારા દ્વારા આકરી જોગવાઇઓ લાગુ કરી છએ. એફસીઆરએ અઁતર્ગત વિદેશી ભંડોળ મેળવવા રજિસ્ટ્રેશન કરાવવા ઇચ્છતી અથવા તો આગોતરી પરવાનગી માગતી તમામ સંસ્થા 3 વર્ષથી અસ્તિત્વ ધરાવતી હોવી જોઇએ અને છેલ્લા 3 નાણાકિય વર્ષમાં સમાજના લાભ માટેની પ્રવૃત્તિઓ પાછળ ઓછામાં ઓછી રૂપિયા 15 લાખની રકમ ખર્ચી હોવી જોઇએ. રાજકિય પાર્ટીઓ સાથે સીધી રીતે સંકળાયેલા ન હોય તેવા પરંતુ બંધ, હડતાળ, રસ્તા રોકો જેવી રાજકિય પ્રવૃત્તિઓમાં વારંવાર સંકળાતા ખેડૂત, કામદાર, વિદ્યાર્થી, જાતિ અને સમુદાય આધારિત સંગઠનોના વિદેશમાંથી ભંડોળ પ્રાપ્ત કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. – એજન્સી

એફસીઆરએ અંતર્ગત રજિસ્ટ્રેશનની ફીમાં વધારો કરાયો

નવા નિયમો અંતર્ગત એફસીઆરએ અંતર્ગત રજિસ્ટ્રેશન માટેની અરજી ફી રૂપિયા 3000થી વધારીને 5000 કરી દેવાઇ છે. વિદેશી ભંડોળ મેળવવાની આગોતરી પરવાનગી માટેની ફી રૂપિયા 5000થઈ વધારીને રૂપિયા 10,000 કરાઇ છે. એફસીઆરએ રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવાની ફી રૂપિયા 5,000 કરી દેવાઇ છે. આ તમામ ફી પેમેન્ટ ગેટ વે દ્વારા ચૂકવવાની રહેશે.

સરકારે કાયદામાં ઉમેરેલા અન્ય નિયમો
  1. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કર્મચારી દ્વારા સંચાલિત સંસ્થાને આ નિયમોમાંથી અસામાન્ય કેસ તરીકે છૂટછાટ મળી શકે છે

  2. જો કોઇ સંસ્થા તેના છએલ્લા 3 વર્ષના ખર્ચમાં જમીન, મકાન, વાહન અને સાધનો જેવા રોકાણો ઉમેરવા ઇચ્છતી હોય તો રજિસ્ટ્રેશનની મુદત પૂરી ન થાય ત્યાં સુધી આ વસ્તુઓ સંસ્થાના મુખ્ય વ્યક્તિના અધિકારમાં અને કાયદા અંતર્ગત આવરી લેવાયેલી પ્રવૃત્તિ માટે જ ઉપયોગમાં લેવાશે તેવી બાંયધરી આપવાની રહેશે.

  3. વિદેશમાંથી મેળવવાના ભંડોળની આગોતરી મંજૂરી માટે રકમ કયા હેતૂ માટે વપરાશે તેની માહિતી આપતો કમિટમેન્ટ લેટર જમા કરાવવાનો રહેશે

  4. એનજીઓનો મુખ્ય વ્યક્તિ દાતા વિદેશી સંગઠનો હિસ્સો હોવો જોઇએ નહીં. એનજીઓની ગવર્નિંગ બોડીમાં 75 ટકા સભ્યો વિદેશી દાતા સંગઠનના સભ્ય હોવા જોઇએ નહીં, 

  5. એનજીઓની ગવર્નિંગ બોડીના 75 ટકા હોદ્દેદાર સભ્ય દાતાના પરિવારજન અથવા નજીકના સગા હોવા જોઇએ નહીં.

RNI No : GUJGUJ/2013/52831, Published And Owned By Mr. Arnold Alfred Christie.
Published From H/1, Parul Tenaments (A Type), Near Canal, Jashodanagar Road, Post G.I.D.C. Vatva, Ahmedabad- 382445. Editor : Mr. ARNOLD CHRISTIE. 
Mobile : +91 8758469100. Email : christianherald2013@gmail.com

વિશ્વભરના ગુજરાતી ખ્રિસ્તી સમાજમાં વ્યાપક રિડર્સ ધરાવતી  ન્યૂઝ વેબસાઇટ પર જાહેરાત આપી બહોળા વર્ગ સુધી પહોંચવાની ઉત્તમ તક

સંપર્ક ઃ મોબાઇલ ઃ +91 8758469100 

Email us at christianherald2013@gmail.com

ક્રિશ્ચિયન હેરાલ્ડ

ગુજરાતી ખ્રિસ્તી સમાજની સૌપ્રથમ ન્યૂઝ વેબસાઇટ

આપની આસપાસ બનતા ખ્રિસ્તી સમાજને સ્પર્શતી ઘટનાઓ, ફોટોગ્રાફ, વીડિયો અમને મોકલી આપો.

E-MAIL : christianherald2013@gmail.com

We'd Love To Know What You Think
Rate UsPretty badNot so goodGoodVery goodAwesomeRate Us