સેવાના નામે આદિવાસીઓનું ધર્મપરિવર્તન સાંખી લેવાશે નહીં  મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની ચેતવણી

અત્યાર સુધી ભાજપના નેતાઓ ખ્રિસ્તીઓ પર લાલચ આપીને ધર્માંતરણના આરોપો મૂકતાં રહ્યાં હતાં

ભોપાલ, તા.16 નવેમ્બર 2020

ભાજપ અને કટ્ટરવાદી સંગઠનો દ્વારા અત્યાર સુધી આરોપો મૂકાતા હતા કે ખ્રિસ્તી મિશનેરીઓ નાણા અને અન્ય લાલચ આપીને ગરીબ હિન્દુઓ અને આદિવાસીઓનું ધર્મપરિવર્તન કરાવે છે. હવે ભાજપના નેતાઓને ખ્રિસ્તી મિશનેરી દ્વારા થતા સેવાના કાર્યો પણ આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણે ધમકી ઉચ્ચારી છે કે સેવાના નામે આદિવાસીઓનું ધર્મપરિવર્તન સાંખી લેવાશે નહીં. રવિવારે ભોપાલ ખાતે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં સંબોધન કરતા ચૌહાણે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ધર્મપરિવર્તન અટકાવવા પગલાં લેવામાં આવી રહ્યાં છે. ઘણા વર્ષોથી સેવાના નામે ધર્મપરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ અને અન્ય કટ્ટરવાદી સંગઠનો અત્યાર સુધી ખ્રિસ્તી મિશનેરીઓ પર નાણા અને અન્ય લાલચ આપીને ધર્મપરિવર્તન કરાવવાનો આરોપ મૂકતા આવ્યા છે. ભાજપ શાસિત ઘણા રાજ્યોમાં ધર્મપરિવર્તન વિરોધી કાયદા ઘડી કઢાયા છે પરંતુ આજ સુધી કોઇ રાજ્યમાં કોઇ ખ્રિસ્તી વ્યકિત પર લાલચ કે દબાણ આપીને ધર્મપરિવર્તન કરાવવાનો આરોપ કોર્ટમાં સિદ્ધ થયો નથી. ખ્રિસ્તી સમુદાય અને મિશનેરીઓ ક્યારેય આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાતા નથી. પરંતુ ઘણીવાર ખ્રિસ્તી સમુદાયના લોકોને ધર્મપરિવર્તનના ખોટા આરોપો મૂકી સતાવવામાં આવે છે. - એજન્સી

RNI No : GUJGUJ/2013/52831, Published And Owned By Mr. Arnold Alfred Christie.
Published From H/1, Parul Tenaments (A Type), Near Canal, Jashodanagar Road, Post G.I.D.C. Vatva, Ahmedabad- 382445. Editor : Mr. ARNOLD CHRISTIE. 
Mobile : +91 8758469100. Email : christianherald2013@gmail.com

વિશ્વભરના ગુજરાતી ખ્રિસ્તી સમાજમાં વ્યાપક રિડર્સ ધરાવતી  ન્યૂઝ વેબસાઇટ પર જાહેરાત આપી બહોળા વર્ગ સુધી પહોંચવાની ઉત્તમ તક

સંપર્ક ઃ મોબાઇલ ઃ +91 8758469100 

Email us at christianherald2013@gmail.com

ક્રિશ્ચિયન હેરાલ્ડ

ગુજરાતી ખ્રિસ્તી સમાજની સૌપ્રથમ ન્યૂઝ વેબસાઇટ

આપની આસપાસ બનતા ખ્રિસ્તી સમાજને સ્પર્શતી ઘટનાઓ, ફોટોગ્રાફ, વીડિયો અમને મોકલી આપો.

E-MAIL : christianherald2013@gmail.com

We'd Love To Know What You Think
Rate UsPretty badNot so goodGoodVery goodAwesomeRate Us